અમદાવાદઃ જૂનમાં મેઘરાજાની ધમાકેદર એન્ટ્રી બાદ જુલાઈમાં વરસાદની ગતિ ધમી પડ્યા બાદ ફરી એક વખત ઓગસ્ટમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા થોડા દિવસથી અવિરત પડી રહેલ વરસાદને પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 66 ટકા વરસા વરસી ચૂક્યો છે. રાજ્યમાં 252માંથી 228 તાલુકાઓમાં 2 મીમીથી લઈને 11 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.


સુરતના માંડવીમાં 11 અને આણંદમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો લખતરમાં સાડા આઠ ઈંચ, ગોંડલમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જાંબુઘોડામાં 7.5 ઈંચ, મોરબીમાં 6 ઈંચ, ભાણવડમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે.

ઉમરપાડામાં 3.5 ઈંચ, ધ્રાંગધ્રામાં 3.5 ઈંચ, કામરેજમાં 3, વડોદરામાં 3, લીમડીમાં 3, પાવીજેતપુરમાં 5, કલ્યાણપુરમાં 3, વિરમગામમાં 2.7 ઈંચ વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 116 ટકા વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 97.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ઝોનમાં 53 ટકા, ઉત્તર ઝોનમાં 48.92 ટકા, અને સૌથી ઓછો મધ્ય ઝોનમાં 47.65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.