Coronavirus: રાજ્યમાં આજે 1334 દર્દીઓ સ્વસ્થ થયા, રિકવરી રેટ 85.46 ટકા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Oct 2020 09:19 PM (IST)
રાજ્યમાં કોરોના વાયરસનું સંકમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 1351 કેસ નોંધાયા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંકમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 1351 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં વધુ 10 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3463 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1334 દર્દી સાજા થયા હતા અને 56,738 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 44,74,766 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.46 ટકા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, સુરતમાં 2,પંચમહાલમાં 1, સાબરકાંઠામાં 1 અને વડોદરામાં 1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ