ગાંધીનગરઃ આજે રાજ્યમાં 1351 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3463 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16717 એક્ટિવ કેસ છે, જ્યારે 118565 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16628 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,38,745 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, સુરતમાં 2,પંચમહાલમાં 1, સાબરકાંઠામાં 1 અને વડોદરામાં 1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 176, અમદાવાદ કોર્પોરેશનમાં 172, સુરતમાં 112, રાજકોટ કોર્પોરેશનમાં 108, વડોદરા કોર્પોરેશનમાં 93, જામનગર કોર્પોરેશનમાં 69, મહેસાણામાં 48, રાજકોટમાં 47, વડોદરામાં 41, બનાસકાંઠામાં 34, અમરેલી 31, પાટણ 28, ભાવનગર કોર્પોરેશન 27, કચ્છ 26, પંચમહાલ 24, જામનગર 23, ભરૂચ અને ગાંધીનગર કોર્પોરેશનમાં 22-22 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1334 દર્દી સાજા થયા હતા અને 56,738 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 44,74,766 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.46 ટકા છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1351 કેસ નોંધાયા, 10ના મોત, કુલ સંક્રમિતની સંખ્યા 138745
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2020 08:31 PM (IST)
આજે રાજ્યમાં 1351 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3463 પર પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -