રાહુલ ગાંધીની અટકાયત દરમિયાન પ્રિયંકા ગાંધી પણ સાથે હતા. અટકાયત પહેલા રાહુલ ગાંધી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. રાહુલ ગાંધીએ પૂછ્યું ક્યા કાયદાનું અમે ઉલ્લંઘન કર્યું છે.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારાઅમદાવાદની વીએસ હોસ્પિટલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વડોદરા કૉંગ્રેસ દ્વારારાહુલ ગાંધીની ધરપકડના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે.
વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે કૉંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. વડોદરા પોલીસે આ મામલે 20થી વધુ કૉંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી છે.
જામનગર શહેરમાં પણ રાહુલ ગાંધી સાથે ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારને મામલે વિરોધ પ્રર્દર્શન કરવામાં આવ્યું છે. જામનગર કૉંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલ નજીક યૂપી સરકારના પૂતળાનું દહન કરવામાં આવ્યું અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસ્વીર પર મહિલાઓએ ચપ્પલ માર્યા હતા.