આ સાથે રાજ્યમાં કોરોના રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 92.48 ટકા છે. રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે 55,807 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં 87,25,383 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેવી ચિત્ર સામે આવી રહ્યું છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1120 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4182 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13018 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,11,603 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,28,803 પર પહોંચી છે.