રાજ્યમાં હાલ 13018 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,11,603 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 12955 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,28,803 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 11 લોકોના કોરોનાથી મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 237, સુરત કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 110, રાજકોટ કોર્પોરેશનમાં 102, મહેસાણા 47, વડોદરા- 41, ગાંધનીગર- 34, સુરેન્દ્રનગર 31, સુરત 29, રાજકોટ-27,સાબરકાંઠા 22, જામનગર કોર્પોરેશન 21,ગાંધીનગર કોર્પોરેશનમાં 19 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1389 દર્દી સાજા થયા હતા અને 55,807 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 87,25,383 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.48 ટકા છે.