ગાંધીનગર: ગુજરાત પોલીસને લઈ સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના 17 DySP કક્ષાના અધિકારીઓને SP નું પ્રમોશન આપવામાં આવ્યું છે.   રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓને પ્રમોશન લઈને નિર્ણય કરાયો છે. 

ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, રાજ્યના 17 DYSP (હથિયારી/બિનહથિયારી) વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓને પોલીસ અધીક્ષક વર્ગ-1 સંવર્ગની કેડર જગ્યા તરીકે અપગ્રેડ કરીને નિમણૂક આપવામાં આવી છે. 

જિલ્લાના વડા, ડેપ્યુટી કમિશનર અને સેનાપતિના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. રાજ્યના 17 નાયબ પોલીસ અધિક્ષકને તેમની હાલના ફરજ સ્થળ પર જ પોલીસ અધિક્ષક, વર્ગ-1 એક્સ કેડર સંવર્ગમાં અપગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે.

કે.ટી. કામરીયા જેઓ નાયબ પોલીસ અધીક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલમાં હતા તેમને પ્રમોશન આપી પોલીસ અધિક્ષક સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિમણૂક આપવામાં આવી છે. 

ગઈકાલે બે પોલીસ અધિકારીઓની કરાઈ હતી બદલી

30મે શુક્રવારના દિવસે રાજ્યના બે અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં IPS અધિકારી એસ.આર.ઓડેદરાને જૂનાગઢના SP તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના SDPO હાર્દિક પ્રજાપતિની પણ બદલી કરવામાં આવી હતી. તેમને કડીના SDPO તરીકે બદલી કરવામાં આવી છે. 

આ બદલીઓઓ રાજ્યના પોલીસ વહીવટમાં કાર્યક્ષમતા અને નવા ગતિશીલતા લાવવાના હેતુથી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. નવા અધિકારીઓ તેમની નવી જવાબદારીઓ સંભાળીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કાર્ય કરશે.