દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા લોકો ચિંતામાં છે. ગુજરતામાં પણ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 19 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ઓમિક્રોનના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા ચાર જ દિવસમાં 54 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઓમિક્રોન સાથે કોરોનાના કેસો પણ વધતાં હાહાકાર મચી ગયો છે. આજે ઓમિક્રોનના 19 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશનમાં 6 અને આણંદમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે જે ઓમિક્રોનના 19 નવા કેસ નોંધાયા જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશનમાં 6 અને આણંદમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 97 પર પહોંચી ગઈ છે. જેમાંથી 41 લોકોને ડીસ્ચાર્જ કરાયા છે.
રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 500ને પાર
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આજે કોરોનાના કેસનો આંક 500ને પાર થયો છે. 548 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 1,94,376 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 265, સુરત કોર્પોરેશનમાં 72, વડોદરા કોર્પોરેશનમાં 34 , આણંદ 23, ખેડા 21, રાજકોટ કોર્પોરેશન 20, અમદાવાદ 13, કચ્છ 13, વલસાડ 9, સુરત 8, મોરબી 7, નવસારી 7, રાજકોટ 7, ભરુચ 6, ગાંધીનગર 6, ભાવનગર કોર્પોરેશનમાં 5, વડોદરામાં 5, જામનગર કોર્પોરેશનમાં 3, મહીસાગર 3, મહેસાણા 3, સાબરકાંઠા 3, સુરેન્દ્રનગર 3, અરવલ્લી 2, બનાસકાંઠા 2, ગાંધીનગર કોર્પોરેશન 2, જામનગર 2, અમરેલી 1,ભાવનગર 1, નર્મદા 1 અને પંચમહાલમાં 1 નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1902 કેસ છે. જે પૈકી 11 વેન્ટીલેટર પર છે, જ્યારે 1891 નાગરિકો સ્ટેબલ છે. 8,18,487 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10116 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે પોરબંદરમાં 1 મોત થયું છે. બીજી તરફ 65 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,487 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.55 ટકાએ પહોંચ્યો છે.
હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 673 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6301 લોકોને પ્રથમ અને 43566 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22155 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 121678 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,94,376 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,90,14,828 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.