અમદાવાદ: ગુજરાત કેડરના વધુ બે IAS અધિકારીને દિલ્લીનું તેડુ આવતા તેઓ  ગુજરાતથી વિદાય લેશે. રાજય ના બે આઈએએસ અધિકારી  વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ   દિલ્લી ડેપ્યુટેશન પર જઇ રહ્યાં છે. કેન્દ્ર સરકારે વિધિવત ઓર્ડર ઇશ્યૂ કરતા ટૂંક સમયમાં બંને અધિકારી  ગુજરાતમાંથી વિદાય લેશે, ઉલ્લેખનિય છે કે, વિજય નહેરાની નેશનલ ડિફેન્સ કોલેજ માટે નિયુક્તિ થશે તો મનીષ ભારદ્વાજ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમાયા છે.


ઉલ્લેખનિય છે કે. કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટીએ 10થી વધુ IAS અઘિરાપીને દિલ્હીમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે IAS અધિકારીઓનો પણ  સમાવેશ  થાય છે.  આ બે નામોમાં IAS વિજય નહેરા અને મનીષ ભારદ્વાજનો સમાવેશ થાય છે. વિજય નહેરાની મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ નેશનલ ડિફેન્સ કોલેજમાં સીનિયર ડાયરેક્ટિંગ સ્ટાફ તરીકે 5 વર્ષની નિમણૂંક આપવાામં આવી છે તો મનીષ ભારદ્વાજ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમાયા છે.


કોણ છે વિજય નેહરા?


વિજય નેહરા 2001ની બેચના IAS અધિકારી છે. વિજય નહેરા હાલ ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવ છે. વિજય નેહરાનો જન્મ રાજસ્થાન  ખાતે આવેલ સિકર જિલ્લાના  છોટી સિહોત ગામે થયેલ હતો. તેઓ એક સૈનિકના સંતાન છે.  1980માં તેઓએ સરકારી સહાયની મદદથી અભ્યાસ કર્યો છે. તેમણે કેમેસ્ટ્રીમાં MSC અને IIT મુંબઈથી અભ્યાસ કર્યો છે. વિજય નહેરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમાંના ત્વરિત નિર્ણય માટે જાણીતા છે.પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા.


15  ઓગસ્ટ 2022 સુધીમાં પીરાણા ડમ્પિગ સાઇટ પરનો કચરો દુર કરીને ત્યાંની જમીનને કચરાથી મુક્ત કરવા માટે ૩૦૦ કરોડ જેટલું બજેટ ફાળવ્યું હતું. લો ગાર્ડન પાસે ખાઉં ગલી  તરીકે ઓળખાતી ગલીની સંપૂર્ણ પણે નવીનીકરણ 8 કરોડ ના ખર્ચે કરી તેને  "હેપી સ્ટ્રીટ" તરીકે વિકસાવ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.


PM મોદીએ જ્યારે  21 દિવસના ભારત બંધની જાહેરાત કરી ત્યાર પછી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહત્વના પગલા લેવામાં આવ્યા હતા. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન ઘરે પહોંચાડશે, આ ઉપરાંત તેઓએ નમસ્તે અમદાવાદ નામથી ઝુંબેશ ચલાવીને લોકોને હાથ ન મિલાવવા અને ઘરમાં રહેવા અનુરોધ કર્યો હતો.


કોણ છે મનીષ ભારદ્વાજ?


 IAS મનીષ ભારદ્વાજ 1997ની બેચના અધિકારી છે.  હાલમાં તેઓ નર્મદા, વોટર રિસોર્સિસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે લેવા આપે છે.  તેમના પત્ની સોનલ મિશ્રા પણ IAS ઓફિસર છે. તેમને પણ IAS રુપન્દરસિંહની જગ્યાએ 5 વર્ષ માટે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ આવતા UIDAIમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.