ભરુચ: અંકલેશ્વરના સંજાલી ગામ નજીક નહેરમાં કાકા-ભત્રીજા ગરકાવ થયા છે. બે લોકો નહેરમાં ડૂબ્યા હોવાની વાત પ્રસરતા સ્થાનિક તરવૈયા અને પાનોલી ફાયર ટીમે શોધખોળ શરુ કરી છે. અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીને અડીને આવેલ સંજાલી ગામના મહારાજા નગર નજીક આજરોજ સવારે નહેરમાં કાકા ભત્રીજો ડૂબ્યો હોવાની ઘટના સામે આવી હતી. મહારાજા નગરથી જીઆઇડીસી તરફ જી.ઈ.બી.સબ સ્ટેશન નજીક નહેર પાસે જ્યાં લોકો ન્હાવા તેમજ કપડા ધોવા માટે જાય છે. રવિવારના બપોરે નહેરમાં ન્હાવા પડેલા બંને કાકા- ભત્રીજો નહેરમાં ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા.
સ્થાનિકોને જાણ થતા પોલીસ વિભાગ અને પાનોલી ફાયર ટીમને જાણ કરતા ફાયર બ્રીગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બે લોકો નહેરમાં ડૂબ્યા હોવાની વાત પ્રસરતા સ્થાનિક તરવૈયા અને પાનોલી ફાયર ટીમે શોધખોળ શરુ કરી છે.
કાજલ હિંદુસ્તાનીના જામીન નામંજૂર, ઉનામાં ઉશ્કેરણીજનક ભાષણ બાદ ભડકી હતી હિંસા
ગીર સોમનાથ: ગીર સોમનાથના ઉનામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવું કાજલ હિંદુસ્તાનીને ભારે પડ્યું છે. ઉના પોલીસે કાજલ હિંદુસ્તાનીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે કાજલ હિંદુસ્તાનીના જામીન નામંજૂર કર્યા છે. રામ નવમીના દિવસે ગીર સોમનાથના ઉનામાં ધર્મસભાને કાજલ હિંદુસ્તાનીએ સંબોધી ઉશ્કેરણીજનક ભાષણ કરતા હિંસા ભડકી ઉઠી હતી. આ ઘટનાને લઈને 1 એપ્રિલના રોજ ઉના પોલીસે લગભગ 75 કથિત તોફાનીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.જ્યારે કાજલ હિંદુસ્તાની સામે IPC કલમ 295(A) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રામનવમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીના ભાષણને કારણે સર્જાયેલી તંગદિલી વચ્ચે ઉના શહેરના એક સંવેદનશીલ વિસ્તારમાં શનિવારે રાત્રે બે જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કાજલ હિન્દુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ કરતા હિંસા ભડકી હતી.
કાજલ હિન્દુસ્તાની મૂળ રાજસ્થાનના સિરોહીના છે અને હાલમાં ગુજરાતના જામનગર અને અમદાવાદમાં રહે છે. કાજલ હિન્દુસ્તાની ખુલ્લેઆમ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની હિમાયત કરે છે. તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. તે સોશિયલ મીડિયા પર આવા વીડિયો પોસ્ટ કરતી રહે છે. રામનવમીના દિવસે પણ તેઓ એક હિન્દુ સંમેલનમાં પહોંચ્યા હતા અને ભાષણ આપ્યું હતું.