અમદાવાદઃ ગુજરાતમાં આણંદ જિલ્લાના ઓડે ગામમાં 2002ના રમખાણોના મામલે એક આરોપીની લંડન પોલીસે ધરપકડ કરી છે અને તેને વિશેષ તપાસ એજન્સી એક સપ્તાહની અંદર ભારત લઈને આવશે. તે જમાનત પર બહાર આવ્યા બાદ બ્રિટેન ભાગી ગયો હતો. ગાંધીનર સ્થાનીક અપરાધા શાખાના ઇન્સપેક્ટર અને એસઆઈટી સભ્ય એકે પરમારે કહ્યું કે, ઓડો રમખાણો મામલે આરોપી સમીર પટેલનને લંડનની પોલીસે ધરપકડ કરી છે. તે જમાનત પર બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો. મારા સહિત એસઆઈટીનાત્રણ અધિકારી તેની કસ્ટડી લેવા માટે આજે લંડન રવાના થશે. પરત લાવવાની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ અમે તેને 16-17 ઓક્ટોબર સુધીમાં ભારત લાવીશું. આ મામલે બે અન્ય આરોપી નાતૂ પટેલ અને રાકેશ પટેલ પણ ફરાર છે.
ઓડે ગામના પીરવાલી ભાગોળ વિસ્તારમાં 1500 લોકોથી વધારેની ભીડે એક માર્ચ 2002ના રોજ એક ઘરમાં 23 લોકોને જીવતા સળગાવી દીધા હતા જેમાં નવ મહિલાઓ, નવ બાળકો અને પાંચ પુરુષ હતા. મૃતક મુસ્લિમ સમુદાયના હતા. બીજા દિવસે ગામના જ અન્ય ભાગમાં ચાર અન્ય વ્યક્તિની પણ હત્યા કરવામાં આવી હતી. આ કેસ એવા નવ કેસમાંથી એક છે જેની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલ એસઆઈટી કરી રહી છે.