ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ નવા 23 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ 16 આણંદ 1 વડોદરામાં 6 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 516 પર પહોંચી છે. કોરોનાથી ગુજરાતમાં આજે એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 24 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 44 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.




અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 282 કેસ નોંધાયા છે. સુરતમાં કુલ 28 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 18 પર પહોંચી છે. વડોદરામાં 101 કેસ નોંધાયા છે. ગાંધીનગર 15, ભાવનગર 23, કચ્છ 4, મહેસાણા 2 ગીર સોમનાથ 2, પોરબંદર 3, પંચમહાલ 1, પાટણ 14,છોટા ઉદેપુરમાં 3, જામનગર 1,મોરબી 1,આણંદ 8, સાબરકાંઠા 1, દાહોદ 1 અને ભરૂચમાં 8 કેસ નોંધાયા છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, 24 કલાકમાં 2012 પરિક્ષણ થયા તેમાંથી 1632 નેગેટિવ 48 પોઝિટિવ 332 પેન્ડિંગ છે. 11715 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 516 પોઝિટિવ કેસ છે. 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 444 દર્દી સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોના વાયરસનો મૃત્યુદર 4.5 ટકા છે.