અમદાવાદઃ આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 24 મહાનુભવાનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અમદાવાદની ક્રાઉન પ્લાઝા હોટલ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના મોટા બિઝનેસમેન અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની લીડીંગ ન્યુઝ ચેનલ ABP અસ્મિતા દ્વારા આયોજીત 'ગુજરાતના અણમોલ રત્ન 2022' ધર્મજ ક્રોપ ગાર્ડ લી. દ્વારા પ્રેઝેન્ટ કરવામાં આવ્યો હતો. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના ઉદ્યોગો સાથે સંકળાયેલા 24 મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કહેવાય છે કે, કોઈપણ દેશ કે રાજ્ય માટે તેના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોનું ખૂબ મહત્વ હોય છે કારણ કે, આ ઉદ્યોગો રોજગારીની વિપુલ તકો પૂરી પાડે છે. સાથે જ રાજ્ય માટે મોટી આવક પણ ઉભી કરે છે. આજે ગુજરાત દેશનું સૌથી ઝડપથી વિકસતું રાજ્ય છે. ગુજરાતના વિકાસમાં એમએસએમઈ (MSME)ની ખૂબ મહત્વની ભૂમિકા છે. એમએસએમઈ રાજ્યની કરોડરજ્જૂ સમાન છે. ગુજરાતના આ જ ઉદ્યોગમાંથી કેટલાક ચહેરા પસંદ કરવામાં આવ્યા હતા. જેમણે પોતાના ઉધમથી પોતાના એકમને એક નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યો છે. આ કાર્યક્રમમાં આવા જ "ગુજરાતના અણમોલ રત્નો"નું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના ઉધમની કહાની વિશ્વ સમક્ષ મુકવામાં આવી હતી.
'ગુજરાતના અણમોલ રત્ન 2022' કાર્યક્રમમાં કુલ 24 લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
1. રમેશ તલાવીયા, ધર્મજ ક્રોપ ગાર્ડ લી.ના મેનેજીંગ ડિરેક્ટર.
2. રમેશ ભોગાયતા, શ્રી નંદન કુરિયરના મેનેજીંગ ડિરેક્ટર.
3. આશિષ દેસાઈ, ચેમરમેન અને MD, બાયોકીંડલ લાઈફ સાયન્સ પ્રા.લી.
4. પ્રહલાદ પરમાર, શુભમ ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ સાયન્સ અને રીસર્ચ સેન્ટરના ટ્રસ્ટી.
5. જતીન શાહ, MD, ભવ્ય મશિન ટુલ.
6. ધર્મેન્દ્ર શર્મા, MD, ફ્યુઝન વેલ્થ પ્રા.લી.
7. કપિલ ઠાકર, MD, હેત એન્ડ કેર.
8. સિદ્ધાર્થ રાવલ, MD, સિલિકોન ફીન.
9. ભાવિક શેઠ, ડિરેક્ટર, શ્રી બાલાજી ડેવલોપર્સ.
10. ડૉ. જીગર ઠાકર, ડિરેક્ટર, JIDEN INC.
11. અંકુર પટેલ, સીઈઓ, બુલ બેલ એકેડેમી.
12. બ્રિજેશ પટેલ, ડિરેક્ટર, ક્યારા ઓટોમોબાઈલ પ્રા. લી.(ડોક્ટર ગેરેજ).
13. રાજેન્દ્ર સોની-દાદા, MD, વાસ્તુ ઉદય.
14. પ્રિતેશ શાહ, ડિરેક્ટર, અર્થ યુફોરિયા ઈન્ફ્રા LLP.
15. વિજય પટેલ, ડિરેકટર, ગ્રીનલેન્ડ બાયો સાયન્સ પ્રા.લી.
16. તનુજ પટેલ, રુટ્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને મેનેજીંગ ટ્રસ્ટી.
17. શૈલેષ શાહ, પ્રીન્સ પાર્થ ફિલ્મ્સના પ્રોડ્યુસર.
18. ડૉ. ધવલ ગોધાણી, સાલુસ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર.
19. યોગેશ પુજારા, ફાઉન્ડર, પુજારા ટેલીકોમ.
20. શિતલ ચોખાવાલા વાની, CEO, રેંટીયો ફુડ્સ પ્રા. લી.
21. ધર્મેશ પટેલ, ડિરેક્ટર, ED વર્લ્ડ એજ્યુકેશન.
22. રાજ હિંદવાણી, ગોપાલ સ્નેક્સ પ્રા. લીના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર.
23. ભિકમ ચંદ જૈન, ચેરમેન, રીશીકા ઈન્ડસ્ટ્રીઝ લી.
24. ડૉ. નીશા શાહ, પ્રોફેસર, અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, પારુલ યુનિવર્સિટી.