વડોદરાના પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પાદરા શહેરની જૂની પોસ્ટ ઓફિસ પાસેના ચીકાવાડામાં રહેતા પરેશ ગાંધીના ઘરે વિદેશથી આવેલ શંકાસ્પદ પાર્શલને લઈને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. આ શંકાસ્પદ પાર્સલ અંગે કસ્ટમ વિભાગે વન વિભાગને માહિતી આપી હતી જેને આધારે વન વિભાગે પાર્સલ અંગે તાપસ હાથ ધરી હતી.
પરેશ ગાંધીએ વિદેશથી મંગાવેલા પાર્સલ અંગે વન વિભાગના અધિકારીઓએ યુવાનને સાથે રાખીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન પાર્સલમાંથી વન્ય પ્રાણીના અવશેષો મળી આવ્યાં હોવાનું કહેવામાં આવી રહયું છે. યુવાને આ પાર્સલ અમેરિકાથી મંગાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજ્ય અને વડોદરા જિલ્લાના અધિકારીઓ તપાસમાં જોતરાયા છે. આ ઘટના સંદર્ભે પાર્સલ મંગાવનાર યુવાન પરેશ ગાંધી સહિત અન્ય બે નામ પણ બહાર આવ્યા છે. અન્ય એક યુવાનનું નામ સામે આવ્યું છે તે સ્થળે પણ તપાસ નો ધમધમાટ શરૂ થયો હતો. પાર્સલ મંગાવનાર યુવાન પર વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે એવી શક્યતા છે.
વડોદરાનો યુવાન યુક્રેનથી પરત ફર્યો
વડોદરાના સતિષણા ગામનો યુવાન યુક્રેનથી હેમખેમ વતન પરત ફર્યો છે. વડોદરાના સતિષણા ગામનો યુવાન ભાર્ગવ 4 માસ પહેલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા યુક્રેનના કિવમાં ગયેલો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થતા ભાર્ગવ રહેતો હતો. ઘર છોડી ટેક્ષી લઈ લિવ્યુંથઈ પોંલેન્ડ બોર્ડર જવા નીકળેલ ટેક્ષી એ બોર્ડર થી 40 કિલોમીટર દૂર ઉતારી દેતા રાત દિવસ ચાલી પોંલેન્ડ બોર્ડર પહોંચેલ. યુક્રેન મિલેટ્રી દ્વારા ઇન્ડિયનોને માર મરાતો અને ગન સોટ કરાતી. આ બધાં વચ્ચે હેમખેમ પોતાના વતન વાપસી થતા ભાર્ગવ માતા-પિતા મળી ભાવુક થયો.