છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં મનમુકીને વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેના વિગતવાર આંકડા આવ્યા છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના કાલાવમાં મૂશળધાર 15.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વરસાદી આંકડા પર એક નજર કરીએ તો, જામનગરના કાલાવડમાં 15.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગર શહેરમાં 9.29 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દ્વારકાના ખંભાળિયામાં 9.35 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.

સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આ વખતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નદીઓ ગાંડીતૂરી બની છે જ્યારે અનેક ડેમો ઓવલફ્લો થયા છે. ઘણાં ડેમો ભરાતાં પાણી પણ છોડવામાં આવ્યું છે.

જામનગરના કાલાવડમાં 15.4 ઈંચ
જામનગર શહેરમાં 9.29 ઈંચ
દ્વારકાના ખંભાળીયામાં 9.35 ઈંચ
રાજકોટના પડધરીમાં 9 ઈંચ
જામનગરના લાલપુરમાં 8 ઈંચ
જામનગરના ધ્રોલમાં 8.18 ઈંચ
જામનગરના જોડિયામાં 119 ઈંચ વરસાદ
કચ્છના ભચાઉમાં 169 ઈંચ
રાજકોટના લોધિકામાં 144 ઈંચ
કચ્છના અંજારમાં 143 ઈંચ
રાજકોટ શહેરમાં 132 ઈંચ
કચ્છના ગાંધીધામમાં 118 ઈંચ
દેવભૂમિ દ્વારકાના ભાડવડમાં 106 ઈંચ
કચ્છના રાપરમાં 103 ઈંચ
ગીર સોમનાથના કોડિનારમાં 102 ઈંચ