હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'સૌરાષ્ટ્ર અને તેની આસપાસ હવાનું હળવું દબાણ સર્જાયું છે અને સમુદ્રી ઊંચાઇથી ૭.૬ કિલોમીટરે દક્ષિણપશ્ચિમ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે આગમી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજથી જ્યાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તેમાં રાજકોટ-જામનગર-પોરબંદર-જુનાગઢ-ગીર સોમનાથ-આણંદ-વડોદરા-ભરૂચ-સુરત-નવસારી-કચ્છનો સમાવેશ થાય છે. ઉપરાંત બુધવારે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
આગામી ૮ જુલાઇ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે માછીમારોને આગામી ૯ જુલાઇ સુધી દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે.