ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 735 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36858 થઈ ગઈ છે. જ્યારે વધુ 17નાં મોત સાથે મૃત્યુઆંક 1962 પર પહોંચ્યો છે. આજે 423 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી 26323 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 201, અમદાવાદ કોર્પોરેશનમાં 168, વડોદરા કોર્પોરેશનમાં 55, સુરત-40, ભાવનગર કોર્પોરેશન 26, બનાસકાંઠા 24, ભરૂચ 18, અમદાવાદ 15, રાજકોટ કોર્પોરેશન 14, ગાંધીનગર13, વલસાડ 13, મહેસાણા 12, કચ્છ 11, વડોદરા 10, જૂનાગઢ કોર્પોરેશન 9, ખેડા 9, ભાવનગર 9, પંચમહાલ 8, સાબરકાંઠા 8, નવસારી 8, અમરેલી 7, રાજકોટ 7, જૂનાગઢ 6, જામનગર કોર્પોરેશન 5, સુરેન્દ્રનગર 5, દાહોદ 5, ગાંધીનગર કોર્પોરેશન 4, મોરબી 4, તાપી 4, પાટણ 3, છોટા ઉદેપુર 3, અરવલ્લી 2, મહિસાગર 2, બોટાદ 2, ગીર સોમનાથ 2, જામનગર 2 અને આણંદમાં 1 કેસ નોંધાયો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 4, સુરત 2, અરવલ્લી 2, બનાસકાંઠા અને ખેડામાં એક-એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1962 લોકોનાં કોરોનાના કારણે મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26323 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 8573 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેલ્ટીલેટર પર છે અને 8504 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,18,464 ટેસ્ટ કરવામાં આવ્યા છે.