ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. આજે વધુ નવા 25 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 493 પર પહોંચી ગયો છે. આજે નોંધાયેલા કુલ કેસમાં ફક્ત અમદાવાદના જ 23 કેસ છે. અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસની કુલ  સંખ્યા  266 પર પહોંચી ગઇ છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે એકનું  મોત થયુ છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 23નાં મોત થયા છે.


આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતુ  કે રાજ્યમાં ગઇકાલે સાંજે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં  25 નવા કેસ નોંધાયા છે.  તેમાં અમદાવાદમાં 23, આણંદના બે કેસ નોંધાયા છે. ગુજરાતમાં જે 493 કેસ નોંધાયા છે તેમાંથી 4 ક્રિટિકલ છે જ્યારે 422 સ્ટેબલ છે. જ્યારે કુલ 44ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યુ ંકે, રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 900 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યનો દર 4.66 ટકાનો છે.



અમદાવાદના નવા 23 કેસ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે.