અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. શનિવારે વધુ નવા 36 કેસ નોંધાયા હતા. તેની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 468 થઈ ગયા છે. આ ઉપરાંત ગઈકાલે અમદાવાદમાં કોરોના પોઝિટિવ 3 દર્દીના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 22નાં મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં 90 નવા કેસ નોંધાયા છે. શનિવારા જે 36 નવા કેસ સામે આવ્યા હતા. તેમાં અમદાવાદમાં 15, વડોદરામાં 18,ભરુચ, ગાંધીનગર અને છોટાઉદેપરુમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં છે અહીં કોરોનાના 243 કેસ છે. તેના બાદ વડોદરામાં 95 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં જે 468 કેસ નોંધાયા છે તેમાંથી 4 ક્રિટિકલ છે જ્યારે 398 સ્ટેબલ છે. જ્યારે વધુ 10 દર્દીઓ આ ભરડામાંથી બહાર આવતા કુલ 44ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 2045 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 90 પોઝિટિવ, 1548 નેગેટિવ અને 407 સેમ્પલ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 9763 ટેસ્ટ કરવામાં આવ્યાછે. જેમાંથી 468 પોઝિટિવ આવ્યા છે જ્યારે 8888 નેગેટિવ આવ્યા છે અને 407 પેન્ડિંગ છે.
ક્યા જિલ્લામાં કેટલા કેસ
અમદાવાદ - 243
સુરત - 28
રાજકોટ - 18
વડોદરા - 95
ગાંધીનગર - 15
ભાવનગર - 23
કચ્છ - 4
મહેસાણા - 2
ગીર સોમનાથ - 2
પોરબંદર - 3
પંચમહાલ - 1
પાટણ - 14
છોટા ઉદેપુર - 3
જામનગર -1
મોરબી - 1
આણંદ - 5
સાબરકાંઠા - 1
દાહોદા - 1
ભરૂચ - 8
Covid-19: રાજ્યમાં કોરોનાના વધુ 36 નવા કેસ નોંધાયા, કુલ 468 લોકો સંક્રમિત, 22નાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Apr 2020 08:15 PM (IST)
રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 22નાં મોત થયા છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 468 થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -