25 Years Of NDA: જુલાઈના રોજ નવી દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ માટે તમામ ઘટક પક્ષોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે.


નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના 25 વર્ષ પૂર્ણ થવા પર તેની રજત જયંતિ ઉજવવામાં આવી રહી છે. આ સંદર્ભે, 18મી જુલાઈના રોજ નવી દિલ્હીમાં મહાગઠબંધનના ઘટકોની એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક માટે અત્યાર સુધીમાં 19 રાજકીય પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં થનારી આ બેઠકને 2024ની ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે.


NDAની રચના 25 વર્ષ પહેલા મે 1998માં થઈ હતી. ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીએ કરી હતી.  તેના પ્રથમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હાલમાં ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેના અધ્યક્ષ છે. તેની રચના થઈ ત્યારથી, લગભગ 41 રાષ્ટ્રીય અથવા રાજ્ય પક્ષો NDAના સભ્યો છે, જેમાં મમતા બેનર્જીની પાર્ટી TMC, DMK, નેશનલ કોન્ફરન્સ, JDUનો સમાવેશ થાય છે.


બેઠકમાં આ પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું



  • ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)

  • ઉપેન્દ્ર કુશવાહાની લોક સમતા પાર્ટી

  • જીતનરામ માંઝીનો હિન્દુસ્તાન અવામ મોરચો

  • સંજય નિષાદની નિર્બળ ઇન્ડિયન શોષિત અપના દળ નિષાદ પાર્ટી,

  • અનુપ્રિયા પટેલનું અપના દળ (સોનેલાલ)

  • જનનાયક જનતા પાર્ટી (JJP) - હરિયાણા

  • જનસેના - પવન કલ્યાણ, આંધ્રપ્રદેશ

  • AIMDMK - તમિલનાડુ

  • તમિલ મનીલા કોંગ્રેસ

  • ઇન્ડિયા મક્કલ કલવિ  મુનેત્ર કડગમ

  • ઝારખંડના AJSU

  • NCP- કોનરાડ સંગમા

  • નાગાલેન્ડની એનડીપીપી

  • સિક્કિમના એસ.કે.એફ

  • ઝોરામથાંગાનો મિઝો નેશનલ ફ્રન્ટ

  • આસામ ગણ પરિષદ

  • સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી – ઓમપ્રકાશ રાજભર

  • શિવસેના (શિંદે જૂથ)

  • NCP (અજિત પવાર જૂથ)


આ પણ વાંચો


Junagadh:જૂનાગઢ ગિરનારના વિકાસ માટે સરકારે આટલા કરોડ રુપિયાની કરી ફાળવણી, જાણો


Botad: ભાજપના જ ચેરમેને પોતાના મત વિસ્તારમાં કામ ન થતા હોવાથી મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું, જાણો વિગત


Gujarat Rain: બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ


ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-8 : એક ફોન અને દબોચાયો ડોન, 30 મિનિટમાં જશુ ગગન જેલમાં


Defamation Case: 'મોદી સરનેમ' મામલે રાહુલ ગાંધી સુપ્રીમમાં