અરવલ્લી : રાજ્યમા નાની ઉંમરમાં યુવકોને હાર્ટ એટેક આવવાના કિસ્સામાં મોટાપાયે વધારો થયો છે. અરવલ્લીમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. મોડાસાના ઇટાડી ગામના 27 વર્ષીય યુવકને હાર્ટએટેક આવતા મોત થયું છે. ચૌધરી અશિત વિનોદભાઈ નામના યુવક રાજપીપળા ખાતે LI માં ફરજ બજાવતો હતો. યુવકને રાજપીપળા ખાતે હાર્ટ અટેક આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. 27 વર્ષીય યુવકનું મોત થતા પરિવાર પર માતમ છવાયો છે. યુવકના અવસાનથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નાની ઉંમરના યુવકોને હાર્ટ એટેકે આવવાના કેસમાં મોટાપાયે વધારો થયો છે. ક્રિકેટ રમતા, જિમમાં વર્કઆઉટ કરતા અને રનીંગ દરમિયાન રાજ્યમાં હાર્ટએટેકેના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.
હાર્ટ ફેલ્યોર
હાર્ટ ફેલ્યોર એક ક્રોનિક લાંબી બિમારી છે જેમાં હૃદય શરીરની જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતું લોહી પંપ કરવામાં અસમર્થ હોય છે. આ રોગ સમય જતાં આગળ વધે છે અને હાર્ટ એટેક જેવી ઘટના સાથે અચાનક દેખાય છે. હાર્ટ ફેલ્યોરનું કારણ હાઇ બ્લડ પ્રેશર, કોરોનરી , આર્ટરી રોગ અને ડાયાબિટીસ છે.
કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં, હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય છે, અને શરીરના મહત્વપૂર્ણ અવયવોમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પરિણામ ઘાતક હોઈ શકે છે. કાર્ડિયાક અરેસ્ટમાં વ્યક્તિ બેભાન થઈ શકે છે અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું બંધ કરી દે છે. જો તરત જ સારવાર ન કરવામાં આવે તો ઓક્સિજનની ઉણપ મગજને ડેમેજ કરે છે અને મિનિટોમાં જ દર્દીનું મૃત્યુ થાય છે.
કાર્ડિયક અરેસ્ટના લક્ષણો
- અચાનક બેહોશ થવું
- પલ્સ અથવા શ્વાસ બંધ થવા
- પ્રતિક્રિયા બંધ થવી
- ઓક્સિજનની કમીના કારણે ત્વચા ફિક્કી પડી જવી
- શરીરના અંગો પરથી નિયંત્રણ ગુમાવી દેવું
હાર્ટ ફેલ્યોરના લક્ષણો
- હાંફ ચઢવી
- ભૂખ ન લાગવી
- વોમિટિંગ ફિલિગ થવી
- ઝડપી અથવા અનિયમિત ધબકારા
- સતત ઉધરસ અથવા ગભરામણ થવી
- કસરત કરવાની ક્ષમતામાં ઘટાડો
- સોજો અને શરીરમાં પાણી જમા થઇ જવું
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial