ભરૂચઃ કોરોનાના કહેર વચ્ચે ભરૂચમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.3ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું એપી સેન્ટર ભરૂચથી 7 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે.

ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ

લોકોએ ભૂકંપ આવે ત્યારે તુરંત ઓફિસ કે ઘરે હોય ખુલ્લા મેદાન તરફ ભાગવું અને ઈમારત, વીજળીના થાંભલા કે કોઈ દરવાજા હોય ત્યાથી દૂર રહેવું. આ ઉપરાંત અનેક ઉપાયો છે જે ભૂકંપથી રક્ષા કરી શકે છે.

ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે. ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું. દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

Apple ની મોટી કાર્યવાહી, ચાઈનીઝ એપ સ્ટોરથી હટાવી 26 હજારથી વધારે એપ્સ

BCCI એ સ્ટાર ખેલાડીઓને 10 મહિનાથી નથી આપી સેલરી, આટલી મેચની ફી મળવાની છે બાકી, જાણો વિગત

રામ મંદિરનો શિલાન્યાસ થઈ ચુક્યો છે, રાજીવ ગાંધીએ કર્યો છેઃ દિગ્વિજય સિંહ