Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં સોમવારે સાંજે 5:16 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીના ધારીથી 16 કિલોમીટર દૂર નોંધાયું હતું. જમીનથી 13 કિલોમીટર ઊંડાઈએથી આવેલા આ આંચકાની અસર વ્યાપક વિસ્તારમાં અનુભવાઈ હતી.
અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા અને ચલાલા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખાંભાના તાતણીયા ગામમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરતા કારીગરો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
રાજકોટ જિલ્લાના જેતપુર વિસ્તારમાં પણ આંચકો અનુભવાયો હતો, જ્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને અમરેલી બોર્ડર પરના ગામોમાં પણ ધરતી ધ્રુજી હતી. ભૂકંપ સમયે ગેબી અવાજ સંભળાયો હોવાનું લોકોએ જણાવ્યું હતું.
ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને અનેક લોકો સલામત સ્થળે દોડી આવ્યા હતા. જોકે, કોઈ જાનમાલનું નુકસાન થયાના અહેવાલ નથી. નિષ્ણાત સંતોષ કુમારના જણાવ્યા અનુસાર, અતિશય વરસાદના કારણે પણ ભૂકંપ આવી શકે છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ભૂકંપ શા માટે આવે છે?
પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે. જ્યારે તેઓ એકબીજા પર ચઢી જાય છે અથવા તેમની પાસેથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવાય છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ 1 થી 9 સુધીનો છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપી સેન્ટર પરથી માપવામાં આવે છે. એટલે કે તે કેન્દ્રમાંથી નીકળતી ઉર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 એટલે ઓછી તીવ્રતાની ઊર્જા બહાર આવી રહી છે. 9 એટલે સૌથી વધુ. ખૂબ જ ભયાનક અને વિનાશક લહેર. તેઓ દૂર જતાં જતાં નબળી પડી જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 હોય, તો તેની આસપાસ 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર આંચકો આવે છે.
ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો -
- ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
- મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
- ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
- ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
- કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
- પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
- આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
- લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
- પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
- લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
- નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
- સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
- ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
- આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.
આ પણ વાંચોઃ
સવારે ઉઠતા જ આ રીતે પાણી પીવો, એક જ ઝાટકે પેટ સાફ થઈ જશે