નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ જાહેર કર્યો છે જેમાં રહેવાની દ્રષ્ટિએ દેશના સૌથી ઉત્તમ શહેરોમાં અમદાવાદ ત્રીજા ક્રમે આવ્યું છે. સુરત પાંચમાં અને વડોદરા આઠમાં ક્રમ પર છે. કેન્દ્ર સરકારે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ જાહેર કર્યો છે. પ્રથમ નંબરે કર્ણાટકનું બેંગ્લોર અને બીજા નંબરે મહારાષ્ટ્રના પુણેનો સમાવેશ થાય છે.




ટોપ ટેનમાં દેશના મેટ્રો સિટીમાં બેંગ્લોર સૌથી શ્રેષ્ઠ અને ઓછી વસ્તી ધરાવતાં શહેરમાં શિમલા નંબર 1 પર છે. આ સિવાય પૂણે બીજા નંબરે, ચેન્નઈ ચોથા, નવી મુંબઈ છઠ્ઠા, કોઈમ્બતૂર સાતમા ઈન્દોર નવમા અને ગ્રેટર મુંબઈ દસમા સ્થાને છે.

દેશની ટોપ મ્યુનિસિપાલ્ટીઝમાં ગુજરાતના ત્રણ શહેરો સામેલ થયા છે. ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં સુરત બીજા, અમદાવાદ છઠ્ઠા અને વડોદરા 10મા સ્થાને છે. દેશમાં ટોપ પર ઈન્દોર છે. જ્યારે ત્રીજા સ્થાને ભોપાલ, ચોથા સ્થાને પીંપરી ચીંચવાડ, પાંચમા સ્થાને પૂણે, સાતવા સ્થાને રાયપુર, આઠવા સ્થાને ગ્રેટર મુંબઈ અને નવા સ્થાને વિશાખાપટ્ટનમ છે.