હવામાન વિભાગના મતે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુંલેશનની અસર જોવા મળશે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 16 ટકા વરસાદ ખાબક્યો છે.
આગામી 5 જુલાઇએ છત્તીસગઢની આસપાસ સક્રિય થનારા મજબૂત લો-પ્રેશરની અસરોથી 6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.