ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે વધુ એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં માવઠાંના સમાચાર મળી રહ્યા છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર હવામાન વિભાગની આગાહી અનુસાર 30 નવેમ્બરે દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ,  અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 


હવામાન વિભાગની આગાહી અનુસાર એક ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  બીજી ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે માછીમારો અને ખેડૂતોને સૂચના પણ આપવામાં આવી છે. માછીમારોને ત્રણ ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ખેડૂતોને નમી જાય તેવા પાકને ટેકો આપવા અને તૈયાર થયેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી છે. 


કોરોનાના નવા વેરિયન્ટના ભય વચ્ચે ગુજરાત સરકાર આવી હરકતમાં



કોવિડના નવા વેરીએન્ટને લઈ ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. તમામ જિલ્લા કલેક્ટરો સાથે આરોગ્ય વિભાગ સમીક્ષા બેઠક કરશે. રાજ્યમાં આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિ, ઓક્સિજન સહિતની બાબતો પર સમિક્ષા થશે. આ સમીક્ષા બેઠક પછી નવી કોરોના ગાઇડ લાઇન જાહેર થશે. સંક્રમિત થતા લોકોના સેમ્પલની જીનોમ ચકાસણી સંદર્ભે પણ આરોગ્ય વિભાગ સક્રિય થયો છે. કોવિડના સંદર્ભે સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતો પર ભાર મુકવા સૂચન અપાશે.



બીજી તરફ, કોવિડ નિયંત્રણો પર સમિક્ષા કરવામાં આવી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા સાથે બેઠક કરી હતી. કોવિડ નિયંત્રણો સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર થશે. કોવિડ નિયંત્રણો હળવા કરવા સંદર્ભે નિર્ણય લેવાઈ શકે છે. કોવિડના નવા વેરીએન્ટના કારણે સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતો પર ભાર મુકાઈ શકે છે. આવતી કાલે 30મી નવેમ્બરના રોજ જૂની ગાઈડનો સમય પૂર્ણ થઈ રહ્યો છે. 



અમદાવાદ શહેરમાં વેકસીનેશન સાથે કોવિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. 30 સ્થળોએ એક સાથે વેકસીનેશન અને કોરોના ટેસ્ટ એકસાથે કરવામાં આવશે. વેકસીનેશન વધારવા અને કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે ડોમ શરૂ કરાયા છે. પ્રથમ વખત એક સાથે કોરોના ટેસ્ટિંગ અને વેકસીનેશન એક જ ડોમમાં કરાશે.