ગાંધીનગરઃ કોવિડના નવા વેરીએન્ટને લઈ ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. તમામ જિલ્લા કલેક્ટરો સાથે આરોગ્ય વિભાગ સમીક્ષા બેઠક કરશે. રાજ્યમાં આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિ, ઓક્સિજન સહિતની બાબતો પર સમિક્ષા થશે. આ સમીક્ષા બેઠક પછી નવી કોરોના ગાઇડ લાઇન જાહેર થશે. સંક્રમિત થતા લોકોના સેમ્પલની જીનોમ ચકાસણી સંદર્ભે પણ આરોગ્ય વિભાગ સક્રિય થયો છે. કોવિડના સંદર્ભે સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતો પર ભાર મુકવા સૂચન અપાશે.
બીજી તરફ, કોવિડ નિયંત્રણો પર સમિક્ષા કરવામાં આવી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા સાથે બેઠક કરી હતી. કોવિડ નિયંત્રણો સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર થશે. કોવિડ નિયંત્રણો હળવા કરવા સંદર્ભે નિર્ણય લેવાઈ શકે છે. કોવિડના નવા વેરીએન્ટના કારણે સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતો પર ભાર મુકાઈ શકે છે. આવતી કાલે 30મી નવેમ્બરના રોજ જૂની ગાઈડનો સમય પૂર્ણ થઈ રહ્યો છે.
અમદાવાદ શહેરમાં વેકસીનેશન સાથે કોવિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. 30 સ્થળોએ એક સાથે વેકસીનેશન અને કોરોના ટેસ્ટ એકસાથે કરવામાં આવશે. વેકસીનેશન વધારવા અને કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે ડોમ શરૂ કરાયા છે. પ્રથમ વખત એક સાથે કોરોના ટેસ્ટિંગ અને વેકસીનેશન એક જ ડોમમાં કરાશે.