લાઠીની એસબીઆઈ બેંકના ત્રણ કર્મચારીનો રિપોર્ટ પોઝિટવ આવતા બેંકને બંધ કરવામાં આવી છે. આજે અને આવતી કાલે એમ બે દિવસ સુધી બેંક બંધ રહેશે. બેંકની બહાર બોર્ડ લગાવી કસ્ટમરોને જાણ કરવામાં આવી છે.
રાજ્યમાં કોરોના વાયરસનથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,42,655 પર પહોંચી છે.જ્યારે આજે વધુ 6 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4288 પર પહોંચ્યો છે. જો કે, સારી વાત એ છે કે, આજે વધુ 1016 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.