જામનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનામુક્ત પણ થઈ રહ્યા છે, ત્યારે આજે જામનગરના જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ત્રણ કર્મચારીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ ત્રણેય કર્મચારીઓ કોરોના મુક્ત થતા કર્મચારીઓમાં હર્ષની લાગણી ફરી વળી છે. ચેપમુકટ થઇ પરત ફરતા જીલ્લા પંચાયત સ્ટાફે પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 372 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 15944 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 980 થયો છે.
ગઈ કાલે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ 253, સુરત 45, વડોદરા 34, ગાંધીનગર 8, મહેસાણા 7, છોટા ઉદેપુર 7, ક્ચ્છ 4, નવસારી 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્ય 1-1 કેસ નોંધાયા છે.