Anjar News: અંજારના બુઢારમોરામાં કેમો સ્ટીલ કંપનીમાં દુર્ઘટનાના કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. સ્ટીલ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. 7 લોકોમાંથી 4 અતિ ગંભીર રીતે ગાયલ થતાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 લોકોના મોત નિપજયા છે. જ્યારે અન્ય લોકો સારવાર હેઠળ છે. અતિ ગંભીર ઘટના છતાં પણ કંપનીના માલિક અને કંપની સંચાલક કે ર્મચારીઓ કોઈ પણ પ્રતિ ક્રિયા આપવા તૈયાર નથી. દુર્ઘટનાને ઢાંકવા માટે કંપની દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કંપનીના માલિક અને કંપની સંચાલક કરતા કર્મચારીઓએ પોતાના ફોન SWITCH ઓફ કરી દીધા છે.
Anjar News: અંજારમાં સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 લોકોના મોત, 4 અતિ ગંભીર રીતે ઘાયલ
gujarati.abplive.com | 15 Jan 2024 12:55 PM (IST)
દુર્ઘટનાને ઢાંકવા માટે કંપની દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કંપનીના માલિક અને કંપની સંચાલક કરતા કર્મચારીઓએ પોતાના ફોન SWITCH ઓફ કરી દીધા છે.
અંજારમાં સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 લોકોના મોત, 4 અતિ ગંભીર રીતે ઘાયલ