ભૂજ: છેલ્લા ધણા સમયથી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાય છે.  કચ્છમાં ફરી મોડી સાંજના સમયે ભૂકંપના આંચકો આવતા લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.   કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકાનો અનુભવ કચ્છવાસીઓએ કરતા લોકો ફરી ભયમાં મૂકાઈ જવા પામ્યા છે. શનિવારે સાંજે 8.43 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.


કચ્છમાં શનિવાર સાંજે ફરી એક વખત ભૂકંપનો મોટો આંચકો આવવા પામ્યો હતો. ત્યારે રાત્રિના 8.43  ૩ ની તીવ્રતાનો ભૂકપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી  21  કિલોમીટર દુર નોધાયું છે.  કચ્છમાં ફરી વાગડ ફોલ્ટ લાઈન સક્રિય થતા આંચકાનું પ્રમાણ વધ્યું છે.