ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 775 નવા કેસ નોંધાયા હતા જ્યારે 579 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1ન મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4422 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,68,775 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.89 ટકા પર પહોંચ્યો છે. હાલ 4200 એક્ટિવ કેસ છે, જેમાંથી 53 લોકો વેન્ટિલેટર પર અને 4147 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 188, અમદાવાદ કોર્પોરેશનમાં 185, રાજકોટ કોર્પોરેશન 64, વડોદરા કોર્પોરેશનમાં 60, વડોદરા 24, આણંદ 23, મહેસાણા 21, ભરૂચ 20, સુરત 18, છોટા ઉદેપુર 14, પંચમહાલ 14, ભાવનગર કોર્પોરેશન 13, પાટણ13, રાજકોટ 13, જામનગર કોર્પોરેશન અને ખેડામાં 10-10 કેસ નોંધાયા હતા.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 19,33,388 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 4,87,135 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,20,707 લોકોને રસી આપવામાં આવી છે.