નડિયાદ: રેલવે સ્ટેશન પાસે ગુજરાત એકસપ્રેસની અડફેટે બાળકી સહિત 3ના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Oct 2019 06:26 PM (IST)
નડિયાદ રેલવે સ્ટેશન પાસે મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે મહિલા અને એક બાળકી સહિત કુલ 3 લોકોના મોત થયા છે.
નડિયાદ: નડિયાદ રેલવે સ્ટેશન પાસે મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે મહિલા અને એક બાળકી સહિત કુલ 3 લોકોના મોત થયા છે. હાલ સીઆરપીએફ રેલ્વે પોલીસની 4 ટીમો મૃતકોની ઓળખ માટેના પ્રયાસો કરી રહી છે. મૃતકોમાં એક મહિલાની ઉંમર અંદાજે 50 વર્ષ છે, બીજી મહિલાની ઉંમર 40 વર્ષ અને બાળકીની ઉમર અઢી વર્ષ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યાનું રેલવે પોલીસે જણાવ્યું હતું. ખેડાના નડિયાદમાં ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટેથી ત્રણ લોકોના મોત થયાની ઘટના બની છે. બપોરે બે વાગ્યાની આસપાસ મુંબઈથી અમદાવાદ તરફ જતી ટ્રેને અડફેટે લેતા બે મહિલા અને એક બાળકીનું મોત થયું છે. જો કે હાલ તો RPF અને GRPની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.