સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ મચી ગઈ હતી. સાબરકાંઠામા અત્યાર સુધી 59 કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે. ત્યારે 3 લોકોનાં મોત નિપજ્યાં છે.
સાબરકાંઠાના ઈડર તાલુકાના વેરાબર ગામે 28 વર્ષિય યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો ત્યાર બાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.. આ ઉપરાંત ખેડબ્રહ્માના નાકા ગામે 52 વર્ષિય આધેડને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પ્રાંતિજમા તપોધન ફળીમાં 38 વર્ષીય મહિલાને કોરોના પોઝીટીવ કેસ નોંધાયો.
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 59 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 3 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યું છે.
ઉત્તર ગુજરાત આ જિલ્લામાં એક સાથે 3 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું? કી જગ્યાએ નોંધાયા કેસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 May 2020 03:45 PM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ મચી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -