સૌરાષ્ટ્રના આ તાલુકામાં 3 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળા મચી ગયો? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 May 2020 12:06 PM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાા કેશોદ તાલુકામાં વધુ ત્રણ કેસ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાા કેશોદ તાલુકામાં વધુ ત્રણ કેસ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. પોઝિટિવ કેસમાં વધારો થતાં જ લોકોમાં ભયના માહોલ જોવા મળી રહ્યો છે. તમામ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જૂનાગઢના કેશોદમાં મુંબઈથી કેશો બસમાં પોતાના વતને આવ્યા હતા જેમાંથી ત્રણ લોકોને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. તમામ દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. જ્યારે કુલ સખ્યામાં 17 પર પહોંચી ગઈ છે. આ તમામ લોકો 15 તારીખે મુંબઈથી કેશોદ આવ્યા હતાં. સમગ્ર જૂનાગઢમાં હાલ 15 પોઝિટિવ કેસો છે જ્યારે 3 લોકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.