સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ મચી ગઈ હતી. સાબરકાંઠામા અત્યાર સુધી 59 કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે. ત્યારે 3 લોકોનાં મોત નિપજ્યાં છે.


સાબરકાંઠાના ઈડર તાલુકાના વેરાબર ગામે 28 વર્ષિય યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો ત્યાર બાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.. આ ઉપરાંત ખેડબ્રહ્માના નાકા ગામે 52 વર્ષિય આધેડને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 59 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 3 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યું છે.