સમગ્ર ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ હ્યો છે. મહિસાગરના લુડાવાડામાં બે સફાઈ કામદારોને કોરોનો પોઝિટિવ આવતાં સફાઈ કામદારો સહિત લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તયાર બાદ લુણાવાડા નગર પાલિકા દ્વારા મહત્વ નિર્ણય કરવામાં આવ્યો છે.


લુણાવાડ નગરપાલિકાના બે સફાઈ કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં સફાઈ કામદાર સહિતના સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યાર બાદ લુણાવાડા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારને કોરોના પોઝિટિવ આવતાં સફાઈની ગાડીઓમાં જ કચરો નાખોનું એલાઉન્સ કરવામાં આવ્યું હતું.

લુણાવાડામાં હવે સફાઈ કરવા કામદારો નહી આવે જેના માટે હવે ડોર ટુ ડોર ગાડી આવશે જેમાં તમામે કચરો નાખવાનો રહેશે. જોકે બજારોમાં દુકાનદારોએ કચરાના ઢગલાં કર્યાં હતાં. લુણાવાડાના અસ્થાના બજાર અને પરા બજારમાં દુકાનદારો દ્વાર કચરો દુકાનો આગળ નાખતાં ગંદકી જોવા મળી હતી.

મહત્વની વાત એ છે કે, હવેથી કચરો એકઠો કરી ગાડી આવે ત્યારે ગાડીમાં નાખવાનો રહેશે જેને લઈને નગર પાલિકા દ્વારા મહત્વની નિર્ણય કરવામાં આવ્યો છે.