દમણ: વિસ્તારમાં એક ચોંકાવાનારી ઘટના સામે આવી છે. અહીં એક ખાડીમાં 3 યુવકો ડૂબ્યા છે. જેમાં બે યુવકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. સૌ પ્રથમ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યાર બાદ બીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હજુ પણ એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દમણના બામણપુજા નજીક આવેલ ખાડીમાં આ દુર્ઘટના ઘટી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. હાલમાં બોટ દ્વારા યુવકના મૃતદેહને શોધવામાં આવી રહ્યો છે.
દ્રપ્રયાગમાં ભૂસ્ખલનમાં ત્રણ ગુજરાતી યાત્રીના મોત
રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે 107 પર, તરસાલી નજીક, 100 મીટરની ટેકરી તૂટી પડી હતી, ભૂસ્ખલનના કારણે માર્ગ તૂટી ગયો હતો, અહીં તે જ સમયે પસાર થઈ રહેલી એક કાર પણ તેની ઝપેટમાં આવી હતી. આ ઘટનામાં 3 ગુજરાતી સહિત 5 લોકોના મોત થયા છે.
ઉત્તરાખંડમાં સર્જાયેલા ભૂસ્ખલનમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે, જેમાં ગુજરાતી શ્રદ્ધાળું છે. પ્રિતેશ પટેલ, દિવ્યેશ પરીખ, જીગર મોદી નામના શ્રદ્ધાળુનું મોત થયાનો અહેવાલ છે. મૃતક જીગર મોદી અમદાવાદના રહેવાસી છે તો મૃતક દિવ્યેશ પરીખ ખેડાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે નજીકની પહાડીમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા છે. ભૂસ્ખલનથી મોટા પથ્થરો કાર પર પડતા, કારમાં સવાર પાંચ લોકોના કરૂણ મોત થયા છે. હરિદ્વારથી કેદારનાથ જતા સમયે દુર્ઘટના સર્જાઇ હતી.
ભૂસ્ખલનમાં 5 લોકો જીવતા દટાયા
પ્રશાસનના જણાવ્યા અનુસાર રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ રોડ સંપૂર્ણ તૂટી ગયો છે. તેને રિપેર કરવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે તેમ છે. એટલા માટે જિલ્લા પોલીસે યાત્રિકોને રોકી દીધા છે જેથી તેઓ કેદારનાથ તરફ ન જાય કારણ કે રસ્તો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હોવાને કારણે અવરજવર સંપૂર્ણપણે બંધ છે. બે દિવસ પહેલા ખુમેરા પાસે રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો જે ખુલ્લો મુકાયો હતો અને હવે ગઈકાલે સાંજે 4 વાગ્યાના અરસામાં ફરી એકવાર તરસાલી નજીકનો રસ્તો ભૂસ્ખલનના કારણે બ્લોક થઈ ગયો છે.