બનાસકાંઠા: પાલનપુર સબજેલના 302ના આરોપીનું મોત નીપજ્યું છે. પાલનપુર સિવિલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. લુભા હરિયા માજીરાણા નામનો આરોપી હાલમાં હોસ્પિટલનાં સારવાર હેઠળ હતો. 20 દિવસ પહેલા માવસરી ખાતે પ્રેમિકાનું ગળું કાપી હત્યા કરી હતી. અમદાવાદ સિવિલ ખાતે સર્જરી બાદ પાલનપુર સિવિલમાં સારવાર ચાલતી હતી, જ્યાં તેમનું મોત થયું છે. વાવ પોલીસ મથકના હત્યાના ગુનામાં આરોપી સબજેલમાં હતો. મૃતકના મૃતદેહની પાલનપુર સિવિલમાં પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પાટણ: દીકરાના લગ્નના દિવસે જ માતાનું નિધન થતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો
પાટણ: રાધનપુરના જાવંત્રી ગામમાં કરુણ ઘટના સામે આવી છે. દીકરાની જાનની તૈયારી ચાલતી હતી ત્યારે માતાનું મોત થતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. લગ્ન મંડપમાં લાગેલા પંખાનો મહિલાને વીજ કરંટ લાગતા સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ મહિલાના પતિનું પહેલા જ નિધન થયું છે. દીકરા-દીકરીના સહારે વિધવા મહિલાએ જિંદગી વિતાવી હતી. જ્યારે ઘરમાં સુખનો સુરજ ઉગવાનો હતો ત્યારે જ કાળ ભરખી ગયો. દીકરાના લગ્ન સમયે જ માતાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. મહિલાની લાશને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જામ્બુવા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી
HIT AND RUN: વડોદરા નજીક નેશનલ હાઇવે પાસે જામ્બુવા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બાઈક પર સવાર દંપતીને વાહનચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો છે. હિટ એન્ડ રનની ઘટનામાં કનુભાઈ સેનવા નામના વ્યક્તિનો આબાદ બચાવ થયો છે જ્યારે તેમના પત્ની પ્રેમિલાબેન સેનવાનું ઘટના સ્થળે જ મોત થયું છે. હિટ એન્ડ રનની ઘટનાના પગલે હાઇવે પર 10 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતને પગલે મકરપુરા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જો પ્રાપ્ત માહિતી અનુસાર જામ્બુવા બ્રિજ પર દર મહિને અકસ્માતમાં 8-10 લોકોના મોત થતા હોવાની વાત સામે આવી છે.
ગાયે શિંગડું માર્યું હતું એ યુવકની આંખ ફૂટી, પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
વડોદરાના વાઘોડિયા રોડ પર ગાયે શિંગડું માર્યું હતું એ યુવકની આંખ ફૂટી ગઈ છે. યુવકે આજીવન એક આંખે રહેવાનો વારો આવ્યો છે. : ગત તારીખ 12 મે ના રોજ વાઘોડિયા રોડ પર રખડતી ગાયે આ યુવકને શિંગડું માર્યું હતું. ગાયે અડફેટે લેતાં યુવાનની એક આંખ ફૂટી ગઈ છે. પુત્રએ એક આંખ ગુમાવતા તેના પિતા નીતિનભાઈ પટેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.