રાજ્યમાં કોરોનાના વધુ 34 નવા કેસ નોંધાયા, દર્દીઓની સંખ્યા 572 પર પહોંચી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Apr 2020 08:44 PM (IST)
આજે વધુ નવા 34 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 25, ભરૂચ 3, વડોદરામાં 5 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ નવા 34 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 25, ભરૂચ 3, વડોદરામાં 5 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. અમદાવાદના મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારના છે અને નવા બે કેસ ઓઢવ અને નરોડાના ઉમેરાયા છે. આ સાથે જ રાજ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 572 પર પહોંચી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 26 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 54 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદ શહેરમાં નવા 25 કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ 320 કેસ નોંધાયા છે. વડોદરામાં નવા પાંચ કેસ સાથે કુલ 107 કેસ પોઝિટિવ છે. સુરતમાં કુલ 33 કેસ નોંધાયા છે. અમદાવાદના મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારના છે અને નવા બે કેસ ઓઢવ અને નરોડાના ઉમેરાયા છે. વેન્ટીલેટર પર 8 દર્દી, સ્ટેબલ દર્દીઓ 484 અને 54 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરી રજા આપવામાં આવી છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, 24 કલાકમાં 2536 પરિક્ષણ થયા તેમાંથી 1767 નેગેટિવ 60 પોઝિટિવછે. 14251 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 572 પોઝિટિવ કેસ છે. ટેસ્ટ કરવાના ક્રમમાં દેશમાં ગુજરાત ત્રીજા ક્રમ પર છે. દાખલ થયેલા દર દસ દર્દીમાંથી એક દર્દી સાજો થઈને ઘરે પરત ફર્યો છે. દર 100 વ્યક્તિના સેમ્પલમાંથી ચાર લોકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે.