ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વલસાડ ઉમરગામ અને મહેસાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે બન્ને શહેરોમાં 3.8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.


- વલસાડના ઉમરગામમાં 3.8 ઈંચ વરસાદ
- મહેસાણમાં 3.8 ઈંચ વરસાદ
- નર્મદાના ડેડિયાપાડામાં 2.5 ઈંચ વરસાદ
- કચ્છના અંજારમાં 2 ઈંચ વરસાદ
- નવસારીના જલાલપોરમાં 2 ઈંચ વરસાદ
- સુરતના પલસાણામાં 2 ઈંચ વરસાદ
- નવસારીમાં 1.6 ઈંચ વરસાદ

અમદાવાદ સહિત રાજ્યમાં સવારથી 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. આ સાથે વલસાડના ઉમરપાડામાં બે કલાકમાં અઢી ઈંચ જ્યારે સુરતના પલસાણામાં બે કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં અત્યાર સુધી 88.55 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક ડેમોમાં પાણીની સારી આવક થઈ રહી છે. અમુક છલવાયા છે અને મોટા ભાગના ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં ઠેર ઠેર પડી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતના ઘણાં રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે પણ એકંદરે લોકો ખુશ છે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે.