ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદની સંભાવના છે. અરવલ્લી અને મહીસાગરમાં અતિભારે વરસાદ વરસી શકે છે તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને દાહોદ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે તો 23 ઓગસ્ટ બાદ વધુ એક લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાશે. જોકે 25 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 87 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
22 ઓગસ્ટે સુરત, નવસારી, વલસાડ, દમણ, નર્મદા, ભરૂચ, ડાંગ, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં પડી શકે છે ભારે વરસાદ.
23 ઓગસ્ટે ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ અને દમણમાં ધોધમાર વરસાદ પડી શકે છે.