નર્મદા: અમાસનાં દિવસે ચાણોંદ પાસે આવેલા કુબેર ભંડારી દાદાનાં દર્શન કરવાની મહિમા છે. ત્યારે મહારાષ્ટ્રનાં 6 જેટલા દર્શનાર્થીઓ કુબેર દાદાનાં દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં તે દરમિયાન વિશાલ ખાડી પાસે તેમની કાર સામેથી આવતી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત બનતા તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતાં.
કુબેર ભંડારીથી દર્શન કરીને મહારાષ્ટ્ર જતાં શ્રદ્ધાળુઓનો વિશાલ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં.
આ અકસ્માત એટલા અંતરિયાળ વિસ્તારમાં થયો કે જ્યાં મોબાઈલ નેટવર્ક પણ સરખી રીતે પકડાતું નહોતું. જેના કારણે રાહદારીઓએ ડુંગર પર ચઢીને 108 અને પોલીસને આ અકસ્માતની જાણ કરવામાં આવી હતી. જેના કારણે બચાવ કામગીરી મોડી પહોંચી હતી. પોલીસ હાલ આ લોકોનાં પરિવારને આ અંગેની જાણ કરવાની કામગીરી હાથ ધરી છે.
નર્મદા: કુબેર ભંડારીએ અમાસનાં દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કારનો અકસ્માત, 4નાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Feb 2020 02:41 PM (IST)
કુબેર ભંડારીથી દર્શન કરીને મહારાષ્ટ્ર જતાં શ્રદ્ધાળુઓનો વિશાલ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલા અંતરિયાળ વિસ્તારમાં થયો કે જ્યાં મોબાઈલ નેટવર્ક પણ સરખી રીતે પકડાતું નહોતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -