આઝાદી બાદના ભારતના ઈતિહાસને દસ્તાવેજી પૂરાવા સાથે એબીપી અસ્મિતા એક ખાસ શો દ્વારા રજૂ કરવા જઈ રહી છે. એબીપી અસ્મિતા પર ન્યૂઝ ટેલિવિઝનના ઈતિહાસનો સૌથી મોટો શો ‘પ્રધાનમંત્રી-2’ શરૂ થવા જઈ રહ્યો છે. આજના ભારતની કહાની દર્શાવતો શો ‘પ્રધાનમંત્રી સીઝન 2’ આજથી દર શનિવારે રાત્રે 10 વાગ્યે ટેલિકાસ્ટ થશે, આ સિવાય દર રવિવારે સવારે 11.30 વાગ્યે એબીપી અસ્મિતા પર રિપિટ ટેલિકાસ્ટ જોઈ શકાશે.


અસ્મિતાની વિશેષ રજૂઆત પ્રધાનમંત્રી સિઝન-2માં આઝાદી બાદ કશ્મીર મુદ્દો કેમ ગૂંચવાયો હતો અને 370 કેવી રીતે લગાવાઈ તેના પરથી પડદો ઉંચકાશે. અખંડ ભારતના નિર્માણ માટે સરદારના કેવા પ્રયાસો હતા તેની પણ તાદ્રશ્ય રજૂઆત કરાશે.