દાહોદ: દાહોદના કાળીડેમમાં 4 વિદ્યાર્થીઓ ડૂબ્યાની ઘટના સામે આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ ઈજનેર કોલેજના હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે 6 વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા, જેમાંથી 4 વિદ્યાર્થી ડૂબવા લાગ્યા હતા. ત્યાર બાદ સ્થાનિકોને જાણ થતાં 3 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે જ્યારે એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. આ દુર્ઘટના અંગે મળતી માહીતી પ્રમાણે પગ લપસતાં વિદ્યાર્થી પાણીમાં ડૂબ્યા હતા.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું મધદરિયે મોટું ઓપરેશન
ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના પાકિસ્તાનનું વધુ એક ષડયંત્ર નિષ્ફળ કરી દેવામાં આવ્યું છે. મળતી જાણકારી અનુસાર, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન કરી અરબ સમુદ્રમાં પાકિસ્તાનથી આવતા હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. 09 ક્રૂ મેમ્બરો સાથે પાકિસ્તાની બોટ અલ હજને જપ્ત કરી લેવામાં આવી છે. પાકિસ્તાનની બોટને વધુ તપાસ માટે જખૌ બંદર લાવવામા આવી રહી છે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડે હેરોઈનના 55 પેકેટ જપ્ત કર્યા છે. જેની અંદાજીત કિંમત 280 કરોડ હોવાની શક્યતા છે અને તે કુલ 56 કિલો છે. જો કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે ભારતીય એજન્સીઓને જોઈને પાકિસ્તાની બોટને પાકિસ્તાન સરહદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાકિસ્તાન બોટને રોકવા માટે મધ દરિયે ગોળીબાર કરવો પડ્યો હતો.
અટારી બોર્ડર પર લગભગ 700 કરોડ રૂપિયાનું 102 કિલો હેરોઇન જપ્ત
પંજાબઃ કસ્ટમ વિભાગે રવિવારે પંજાબની અટારી બોર્ડર પરથી 102 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 700 કરોડ હોવાનું કહેવાય છે. આ કન્સાઈનમેન્ટ અફઘાનિસ્તાનથી આવ્યું હતું. કસ્ટમ્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસર કસ્ટમ્સ (પી) કમિશનરેટ હેઠળના ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઈસીપી) અટારી દ્વારા કુલ 102 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.