ગાંધીનગર કલેકટર કચેરીમાં ખોટા આધારકાર્ડ ઇસ્યુ કરનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખોટા આધારકાર્ડ ઇસ્યુ કરનારા સુપરવાઈઝર સહિત 3 સામે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અચાનક કરવામાં આવેલા ચેકિંગમાં સક્ષમ અધિકારીની ખોટી સહી સિક્કા વાળા કોરા ફોર્મ પણ મળી આવ્યા હતા. આ ફોર્મ મારફતે અરજદારોનાં આધાર કાર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યા હતા.


સુપર વાઇઝર સહિત 3 શખ્સો વિરુદ્ધ સેકટર 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ગાંધીનગર કલેક્ટર કચેરીમાં વહીવટી શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદારે સુપર વાઇઝર ધ્રુપેન પટેલ, આધાર કેન્દ્રમાં નોંધણી કરનાર ઓપરેટર વીરેન રાઠોડ અને જગદીશ ઉકાભાઈ બાવરી સામે ફરિયાદ નોંધાવી છે.


 


ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની જામીન અરજીને લઈને મોટા સમાચાર


કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આસામમાં જામીન નામંજુર કરવામાં આવ્યા છે. જીગ્નેશ મેવાણીએ આસામની સ્થાનિક અદાલતમાં જામીન માટે કરેલી અરજી નામંજૂર થઈ છે. નોંધનિય છે કે, આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની મોડી રાત્રે પાલનપુર સર્કીટ હાઉસ ખાતેથી ધરપકડ કરી હતી.  મળતી માહિતી પ્રમાણે મેવાણી સામે એક ટ્વિટને લઈને કેસ કરવામાં આવ્યો છે.


બનાસકાંઠામાં વિરોધ પ્રદર્શન


તો બીજી તરફ જીગ્નેશ મેવાણી ધરપકડ મામલે બનાસકાંઠામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરહદી વિસ્તારમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં સામે આવ્યા છે. થરાદમાં વિશાળ રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જીગ્નેશ મેવાણીના સમર્થનમાં અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા. થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂત, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત અનેક કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ ઉપરાંત જીગ્નેશ મેવાણી આસામ પોલીસ દ્વારા ગેરબંધારણીય રીતે ધરપકડ મુ્દે  ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના નારાઓ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગર શહેર તથા ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે ધરણાં પ્રદર્શન યોજાયું હતું. કોંગેસના આગેવાન, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એનએસયુઆઈના કાર્યકરો હાજર રહ્યા હતા. 


પાટણ જિલ્લા કોંગ્રેસ દ્રારા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની બનાસકાંઠામાંથી આસામ પોલીસે રાતો રાત ધરપકડ કરીને લઈ જતા કોંગ્રેસ દ્રારા પાટણ કલેક્ટર કચેરી આગળ ફૂટપાથ પર ધરણાં કાર્યક્રમ કર્યો હતો પાટણના ધારાસભ્ય કિરીટભાઈ તેમજ પાટણ જિલ્લાના મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહ્યા હતા.બનાસકાંઠામાંથી પાંચ દિવસ પહેલા મોટી રાત્રે આસામ પોલીસે એક ટિવટ કરવાના મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ધરપકડ કરી આસામ પોલીસ લઈ જતા પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણ કલેક્ટર કચેરી સામે ફૂટપાથ પર પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિતના જિલ્લાના મોટી સંખ્યામાં કાર્યકરોએ ધરણાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.


કોંગ્રેસના ધરણાં કાર્યક્રમ સમયે પાટણ પોલીસે કલેક્ટર કચેરીના ગેટ આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો ત્યારે કોંગ્રેસના  પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે જે આસામ પોલીસ દ્રારા જીગ્નેશ મેવાણીને તાત્કાલિક છુટા કરવામાં આવે નહિ તો પહેલી મેં એ પાટણ ખાતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર સરકાર મંત્રીઓ આવતા હોય તો તેનો અમે પાટણ ખાતે વિરોધ કરીશું.