કચ્છઃ સરકાર દ્વારા દેશના જુદા-જુદા વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને પોતાના વતનમાં જવા દેવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી કચ્છનો સવાલ છે ત્યાં સુધી છેલ્લા 15 દિવસમાં સત્તાવાર રીતે 50 હજારથી વધુ લોકો મુંબઈ કે અન્ય સ્થળેથી આવી પહોંચ્યા છે. ત્યારે કચ્છના જાગૃત નાગરિકો હવે સવાલ કરી રહ્યા છે કે શું હજારોની સંખ્યામાં લોકો ફસાયેલા હતા ? થોડા દિવસો આગાઉ કચ્છ કોરોના મુક્ત બની ચૂક્યું હતું, પંરતુ અચાનક જ મુંબઈના બે કેસ સૌથી પહેલા પોઝિટિવ આવ્યા પછી જે રીતે મુંબઈથી કચ્છ આવવા ખાનગી વાહનોની કતારો લાગી અને સોશિયલ મીડિયા ઉપર વીડિયો કે તસવીરો વાયરલ થતાં કચ્છીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો અને કચ્છીજનોની ચિંતામાં વધારો થયો કે મુંબઇથી આવતા લોકોના પગલે કચ્છમાં કોરોનાનો કહેર વર્તાશે.


કચ્છીજનોએ જે ભીતિ સેવી હતી એ હવે સત્ય બન્યું છે. કારણ કે મુંબઇથી હજારો લોકો કચ્છ આવી ગયા પછી કચ્છની સ્થિતિ બગડી છે. કચ્છીજનો માટે મુંબઇથી આવતા લોકો ઘાતક બન્યા છે તેવું કહેવું ખોટું નથી. કચ્છમાં અત્યાર સુધી 54 કેસ પોઝિટિવ નોંધાયા છે, જેમાં 40 થી વધુ પોઝિટિવ કેસો તો મુંબઇથી કચ્છ આવેલા લોકોના છે. હજુ પણ કચ્છમાં અવિરત રીતે મુંબઇથી લોકો વર્ષો બાદ વતનની વાટ પકડી છે, પરંતુ આ બધા વચ્ચે સવાલ એક જ છે કચ્છના સ્થાનિકો નું શુ વાંક? જેને આટલી સાવેચતી રાખી અને કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે પ્રયાસોમાં તંત્રને સહયોગ આપ્યો પરંતુ મુંબઇના લોકો આવી અને કચ્છના સ્થાનિકોની મહsનત પર પાણી ફેરી નાખ્યું. અચાનક જ મુંબઇથી આવતા લોકોના પોઝિટિવ કેસના પગલે કચ્છના સ્થાનિકો માં ભયનો માહોલ છે.

લોકડાઉનની વચ્ચે કચ્છના ગામો પણ હાઉસફૂલ થયા છે. મુંબઇમાં વસેલા કચ્છીઓ વર્ષો બાદ માદરે વતન ભણી વાટ પકડી છે. દરરોજ મુંબઇથી 1500થી વધુ કચ્છીઓ વતન પરત આવી રહ્યા છે. પરંતુ મુંબઈથી આવતા અમુક લોકો કચ્છ માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં દરરોજ મુંબઈથી કચ્છ આવતા લોકોના પગલે કચ્છના સ્થાનિકોમાં ડરનો માહોલ છે. કચ્છના સ્થાનિકો ચિંતાતુર બન્યા છે, કેમકે એક બાદ એક મુંબઇથી આવતા લોકોના પગલે કચ્છમાં કોરોનાનો તાંડવ વર્તાઈ રહ્યો છે. કચ્છમાં મુંબઇથી આવતા લોકોના કોરોના રિપોર્ટમાં સતત દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે.

કોરોના મહામારીમાં હજારો લોકો મુંબઇથી કચ્છ તરફ પ્રયાણ કર્યું છે. અચાનક જ વર્ષો બાદ જે લોકો કચ્છને યાદ પણ નથી કર્યું તે લોકો પણ કચ્છ વર્ષો બાદ યાદ આવવા માંડ્યા છે. મુંબઇથી અનેક લોકોએ કચ્છ તરફ વર્ષો બાદ વતનની વાટ પકડી છે. કચ્છૉના સ્થાનિકોમાં પણ સવાલ છે કે આટલા વર્ષો બાદ જ્યારે આવી મહામારી આવી ત્યારે જ હવે કચ્છ તરફ આ લોકોએ પ્રયાણ કર્યું છે. આટલા વર્ષ આ લોકો ક્યાં ગયા હતા અને કચ્છ આવે તો પણ કચ્છ તેમનું છે, તેમનો કોઈ વિરોધ નથી પણ કચ્છમાં આવીને પણ આ લોકો કચ્છના સ્થાનિકોના જીવ જોખમમાં મૂક્યા છે અને ક્વોરોન્ટાઈનના નિયમોનો ભંગ કરી રહ્યા છે.

અત્યાર સુધી મુંબઇથી કચ્છ આવેલા અનેક લોકોએ ક્વોરોન્ટાઈનના નિયમોનો ભંગ કર્યો છે, જેના પગલે કચ્છના લોકો માટે મુંબઇથી આવતા અમુક લોકો ઘાતક બન્યા છે. અત્યાર સુધી કચ્છમાં મોટાભાગના કોરોના પોઝિટિવ કેસો મુંબઇથી કચ્છ આવેલા લોકોના નોંધાયા છે. કચ્છમાં મુંબઇથી આવતા લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, તો બીજી તરફ મુંબઇથી આવતા લોકોના કચ્છમાં કોરોના પોઝીટીવ રિપોર્ટનો આંક પણ વધી રહ્યો છે. આ તમામ મુદા વચ્ચે સવાલ એક જ છે કચ્છના સ્થાનિકોનો આમાં શુ વાંક?

મુંબઇથી આવનારા અમુક લોકો ક્વોરેન્ટાઈનના નિયમોનું પાલન નથી કરતા અને આવા લોકોના કારણે કચ્છના સ્થાનિકોમાં કોરોના ફેલાશે તો તેના પાછળ જવાબદાર કોણ ? એક અઠવાડિયામાં 35થી વધુ લોકો જે મુંબઇથી આવ્યા છે, તેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ કેટલા લોકોના પોઝિટિવ કેસ આવશે અને આ લોકો માટે કેટલા સ્થાનિક લોકોમાં સંક્રમણ ફેલાશે ?

મુંબઇથી આવતા લોકોને ફરજિયાત એક જ જગ્યાએ ક્વોરેન્ટાઈન કરી અને ત્યાં પોલીસ બંદોબસ્ત કરાય તેવી વ્યવસ્થાની પણ લોકોએ માંગ કરી છે, જેથી સ્થાનિકોમાં કોરોના સંક્રમણ ફેલાય નહીં. સ્થાનિકોમાં એટલો બધો ભય વ્યાપી ગયો છે કે લોકો ઘરથી બહાર પણ નીકળવાનું ટાળે છે. મુંબઇના અમુક લોકોએ કચ્છના હાલ બેહાલ કર્યા છે અને કચ્છમાં પોઝિટિવ કેસનો આંક 54 એ પોહચ્યો પરંતુ આ બધાના કારણે હજુ કેટલા સ્થાનિક કચ્છના લોકો આ કોરોના સંક્રમણનો ભોગ બનશે એ પણ એક સવાલ છે.