Surat News:  આજકાલ યંગસ્ટર્સમાં હાર્ટ અટેકના વધુ કેસ બની રહ્યાં છે. ક્રિકેટ રમતાં-રમતા તો જિમમાં એકસરસાઇઝ કરતા-કરતા હાર્ અટેક આવતાની સાથે ધટના સ્થળે જ મોત થયાના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. સુરતમાં પણ આવી જ એક ઘટના બની છે.


સુરતના ખટોદરા વિસ્તારમાં 3 દિવસ પહેલા રાજસ્થાનથી આવેલા કાપડના વેપારની મોત થયું છે.  42 વર્ષિય કાપડના વેપારી  કાનજી સિંહ રાજપુત બાઇક પર જતાં હતા. તેઓ બાઇક પણ પાછળ બેઠા હતા, આ સમયે અચાનક જ કાનજીભાઇને હાર્ટ અટેક આવતા તે ચાલુ બાઇક પડી ગયા હતા. બેભાન અવસ્થામાં તેને હોસ્પિટ લઇ જવાયા હતા. જો કે તબીબે અહીં તેમને મૃત જાહેર કર્યાં હતા. પીએમ બાદ યુવકનું સિવિયર હાર્ટ અટેકના કારણે મોત થયાનો ખુલાસો થયો છે.


મૃતક યુવક કાનજીભાઇ સુરતથી કાપડ ખરીદી અને રાજસ્થાન વેચતા હતા. તેઓ ત્રણ દિવસ પહેલા રાજસ્થાનથી સુરત આવ્યા હતા અને ખટોદરા વિસ્તારમાં બાઇક પર જતી વખતે અચાનક અટેક આવી જતાં મોત થયું છે.


Surat: માતાપિતા માટે લાલબતી સમાન કિસ્સો! સુરતમાં રમતા રમતા 4 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત


સુરત: શહેરની બમરોલી ખાડીમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું છે. બમરોલી ખાડી પાસે ૨મી રહેલા ચાર બાળકો પૈકી એક બાળક અચાનક ખાડીમાં ગરકાવ થઇ ગયો હતો. દુર્ઘટના અંગે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં માસુમ બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે મૃતક બાળકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


સુરતના પાંડેસરા ખાતે રહેતા ૪ વર્ષીય જીતા રામદેવ ચોરાઇ તેના ત્રણ મિત્રો ૯ વર્ષીય હિમાંશુ, પ વર્ષીય હંશ અને ૭ વર્ષીય ગોલુ સાથે ઘરેથી રમતાં ૨મતાં બમરોલી ખાડી સુધી પહોંચ્યા હતા. બપોરેના ૧૧ વાગ્યાના સુમારે આ ચારેય મિત્રો પૈકી જતા ચોરાઇ નામનો ચાર વર્ષીય બાળક બમરોલી ખાડીમાં પડી ગયો હતો. જે અંગે ત્યાંથી પસાર થઇ રહેલા સ્થાનિકને જાણ 1 થતાં તેઓએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. દુર્ઘટના સ્થળે પહોંચેલી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ત્વરિત જીતા ચોરાઇને સારવાર અર્થે સિવિલ હોલ્જિટલમાં ખસેડ્યો હતો. જો કે, ફરજ પરના તબીબોએ માસુમ બાળકને મૃત જાહેર કરતાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. 


દુર્ઘટના અંગે તબીબોએ પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા હાલ પ્રાથમિક ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચારેય બાળકો પૈકી એક બાળકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય ત્રણેય બાળકો ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ સિવિલ હોલ્બિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના માતા પિતાનું નામ ઠામ પુછીને પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘરેથી રમવા માટે નીકળેલા બાળકો ખાડી કિનારે પહોંચ્યા હતા અને હાલ તેઓના પરિવારજનોની પણ ભાળ ન મળતાં પોલીસ દ્વારા પાંડેસરા અને બમરોલી વિસ્તારમાં માસુમ બાળકોના પરિવારજનોની શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.