Weather Update: હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી દક્ષિણ ગુજરાતમાં માવઠુ થઇ શકે છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આજે એક દિવસ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે.  આજે બનાસકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ વિસ્તારમાં હજુ પણ પડશે કમોસમી વરસાદ


રાજ્યમાં 28 એપ્રિલ સુધી તાપમાનમાં વઘારો થશે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ હવે આગળ વધશે. જેના કારણે 28થી કે 28 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. જો  આ સ્થિતિ બની રહશે તો રાજ્યમાં 27 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો આવશે અને  કે પહેલી  કે બીજી મે સુધી રાજ્યમાં છૂટછવાયો કમોસમી વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળશે. જેની શરૂઆત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારથી થઇ શકે છે. બાદ કચ્છ ભૂજ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.  હવામાન પલટો જોવા મળી શકે છે.


રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત શહેરોમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં 40થી 41 ડિગ્રી તાપમાન રહેશે.રાજકોટ, મોરબી, ભરૂચ, કચ્છ વિસ્તારમાં 28 એપ્રિલ સુધી તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં ગરમીનો પારો સામાન્ય રીતે  ઉંચકાયો છે. .. કંડલામાં 40 ડિગ્રી, તો અમદાવાદ, ગાંધીનગર અને ભૂજમાં  તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર. ડિસામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.


રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના કેટલાક શુક્રવારે દિવસના તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યના બાંસવાડામાં સૌથી વધુ 39.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.બાંસવાડામાં પણ સૌથી વધુ 26.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બાંસવાડા સિવાય રાજ્યના કોઈપણ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસને પાર નથી થયું.હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે.


આગામી દિવસોમાં રાજસ્થાનનું હવામાન કેવું રહેશે


હવામાન વિભાગના જયપુર કેન્દ્રના જણાવ્યા અનુસાર શનિવારે રાજ્યમાં હવામાન શુષ્ક રહી હતી. . આજથી જ તાપમાનમાં થોડો વધારો થવાની પણ સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કલ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને તેની બાજુના પંજાબ પર છે. તેણે સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બગાડી શકે છે. જો કે, 22 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય