ભાવનગર બગદાણા ખાતે આવેલા બજરંગદાસ બાપાની પુણ્યતિથીની ઉજવણી ગુરુઆશ્રમમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ નહીં કરાય તેવી જાહેરાત કરાઈ છે. બજરંગદાસ બાપાની 44મી પુણ્ય તિથિ ની ઉજવણી કોવિડ 19ના કારણે મોકૂફ રખાઈ છે. આ ઉપરાંત ગુરૂ પૂજન, નગરયાત્રા સહિતના કાર્યક્રમો પણ રદ કરી દેવાયા છે.
બગદાણાના બજરંગદાસ બાપામાં શ્રધ્ધા ધરાવતા ભક્તજનો ઘરે બેઠા દર્શન કરી શકે તે માટે પૂજાવિધિ ઓનલાઈન કરીને તેનું પ્રાસરણ કરાશે. બગદાણાના બજરંગદાસ બાપા ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઘેર બેઠાં જ દર્શન કરવા અનુરોધ કરાયો છે.